← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુદા જાણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉગાડ્યાં છે અમે સપનાં, કદી ફળશે, ખુદા જાણે,
ગયો જે દૂર પરદેશે, ફરી મળશે, ખુદા જાણે.

અમાસી રાતમાં ઉંબર ઉપર દીવો સજાવ્યો છે,
પ્રભાતે લગ હવા સામે ટકી બળશે, ખુદા જાણે.

તખત પર જે ઝળહળે છે, બધાંને બાળતો સૂરજ,
અહંકારે ચડેલો એ, હવે ઢળશે, ખુદા જાણે.

વરાળે, વાદળે, વ્હેણે, ભટકતું એક ટીપું આ,
સમંદરમાં વળી પાછું ફરી ભળશે, ખુદા જાણે.

પરાગે મ્હેક વેરી છે, હવે તો જે થવું હો તે,
ગયેલો વાયરો પાછો અહીં વળશે, ખુદા જાણે.

– પરાગ રતનપરા

#ગઝલ #શ્રદ્ધા #અનિશ્ચિતતા #સૂફી #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Faith #Uncertainty #Sufi #Surrender #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલીધી સાથમાંઆગલો લેખ →જીવી ગયો