એકલા
ભરી ભીડમાં પણ સદા એકલા,
થયા દીકરા પણ જુદા, એકલા.
વધાવ્યા હતા ઢોલ શરણાઈએ,
જવું પણ પડે છે વિદા એકલા.
મિનારા, શિખર, ઘંટ, ઝાલર ઘણાં,
છતાં રાતભર તો ખુદા એકલા.
હતો મંચ, તાળી, ઝળાંઝળ પ્રકાશ,
ગયા સૌ, રહી ગ્યા અદા એકલા.
પરાગે બધે મ્હેક વેરી, છતાં
હતું કોણ મુજ પર ફિદા? એકલા!
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #જીવન #ખુદા #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Solitude #Loneliness #LastJourney #LonelyGod #ParagRatanpara