કુલ ૨૦૨૨ લેખ · પાનું ૮ / ૪૧
સવારે, બપોરે બહાના કરું છું, સમોસે સમોસે નિશાના કરું છું.
એક પળ ફૂલો ઉપર હું ઝાકળે જીવી ગયો, ને પછી થઈ બાફ, ભીના વાદળે જીવી ગયો.
ભલે રાત લાંબી, સિતારો હજી છે, અગર નાવ ડૂબે, કિનારો હજી છે.
પીડ ભીતર ખૂબ જ્યારે ઊછળી, ત્યારે ગઝલ, ને બરફ જેવી ઉદાસી ઓગળી, ત્યારે ગઝલ.
શાંત કાંઠે બેસવાનું ક્યાં હવે ફાવે મને, દૂર ઊછળતો સમંદર રોજ બોલાવે મને.
ભલે તરસે મરું, પણ હું કદીયે જળ નહીં માગું, ઝુકાવીને કદી મસ્તક, સુખી કો પળ નહીં માગું.
ન ડાળી, ન માળો, ન ઘર છે હવે, હવાનો જ છું, બસ સફર છે હવે.
બાપના આંગણ વચોવચ ભીંત ઢાળી આપણે, બે અલગ ચૂલા, અબોલા-રીત પાળી આપણે.
ફરી એ જ ઘંટી, દહાડો થયો, હજી ઊંઘ આંખે, ઉઘાડો થયો.
ઓસરીમાં બેસવાનો બસ પસારો છે હવે, નોકરી ગઈ, દોડ થંભી, ને ઉતારો છે હવે.
તને જોવા ઝરૂખેથી, નભે તારા ગણું છું હું, ઘડી, પળ, શ્વાસ ને ધબકાર, સૌ વારા ગણું છું હું.
તું મળી ને શબ્દને પણ પાંખ લાગી ત્યારથી, આ કલમને પણ ગઝલની ભૂખ જાગી ત્યારથી.
ભાર દે તો સાથ સાથે બે ખભા પણ આપજે, દર્દ દે તો, ઓ ખુદા, થોડી દવા પણ આપજે.
હું બરફ જેવો હતો, ને સાવ પાણી થઈ ગયો, જે તરસ્યા હોઠ પર વરસી લહાણી થઈ ગયો.
રોજના સંઘર્ષમાં આંખે નમી બાકી નથી, હોઠ પર તો છે હસી, ભીતર ખુશી બાકી નથી.
ઘડો તો બને છે ટિપાયા પછી, ઝગે હીરલો પણ ઘસાયા પછી.
માતૃભાષાના હૃદયમાં સાવ છાની છે ગઝલ, બાળપણના ઘૂઘરા જેવી જ માની છે ગઝલ.
ન કાશીમાં, ન કાબામાં, ખુદાની ઝલક છે ભીતર, બધા દીવા ઠરે ત્યારે, ખરી જે ચમક છે ભીતર.
શબ્દ ઓછા જ્યાં પડે, ત્યાં થાય વાતો મૌનમાં, આંખમાંથી આંખમાં બંધાય નાતો મૌનમાં.
ચાંદ સાથે વાત કરતો, ગામ સૌ ગાંડો કહે, રોજ રટતો એક સરખું નામ, સૌ ગાંડો કહે.
ઓરડાઓ શાંત, સૂની આ સફર તારા વિના, ના દવા, ના કો દુઆ, કરતી અસર તારા વિના.
ના હલેસાં, નાવ પણ ના, સાદ સામે પાર છે, પૂર ઘૂઘવતું, છતાં એ નાદ સામે પાર છે.
પાસમાં પૈસો ભલે ના હો, ખુમારી જોઈએ, સાદ દે તોફાન તો, એની સવારી જોઈએ.
ભળી જાશે બધી માયા, બધી યે ચીજ માટીમાં, ગગનમાં જે ઝબૂકે છે, પડે એ વીજ માટીમાં.
આંખ મીંચી ધ્યાનમાં, ને મન ય હળવું થઈ ગયું, એક બારી ઊઘડી ને આભ ખુલ્લું થઈ ગયું.
ગામના પાદર કને લીલી ઘટા વાડી હતી, ધૂળિયા રસ્તા ઉપર બે બળદની ગાડી હતી.
ઝાડુ લઈને રોજ શેરીમાં સવારે કોણ છે? ચોક વચ્ચે ધોમ તડકે, એ ઇશારે કોણ છે?
તું મળે એ ઠીક, તારું આવવું સુંદર હતું, રાતભર તારી પ્રતીક્ષા, જાગવું સુંદર હતું.
તું ફરી ગઈ, ને હવે હું બાવરો ચાલ્યા કરું, ઠોકરો ખાતો, ઉછળતો, કાંકરો ચાલ્યા કરું.
ખભે ભારે ભરી થેલી, હવે ડાળે નથી રમતાં, ન ગિલ્લી ને ન દંડો, ના નદીપાળે નથી રમતાં.
આંખથી બોલ્યો હતો હું પ્રેમ, તું સમજી શકી? દિલ ધડકતું, પૂછતું’તું ‘કેમ?’ તું સમજી શકી?
ગામમાં ઊભી અડીખમ, પણ હવેલી બંધ છે, આંગણામાં ઘાસ ઊગ્યું, ને અગાશી બંધ છે.
બની લોલક સતત ઝૂલું, ન આ પારે, ન પેલે પાર, કળી છું હું, જરા ખૂલું, ન આ પારે, ન પેલે પાર.
મોર થઈને આંગણે હું નાચતો વરસાદમાં, બાળ થઈ, છત્રી ફગાવી, દોડતો વરસાદમાં.
ભાઈ ભાભી પાસ બેઠાં, તોય વાતો ફોનમાં, આંખ સામે માણસો, ને સર્વ નાતો ફોનમાં.
એકલી રાતે ઉદાસી, ઓરડો ફર્યા કરે, છત ઉપર પંખો ફરે, મન-ચાકડો ફર્યા કરે.
કોર્ટની દીવાલ પાછળ કાયદો વેચાય છે, ચૂંટણીના મંચ પરથી વાયદો વેચાય છે.
જાન ઊભી, ઢોલ વાગે, બારણે સેલ્ફી લઉં, દેવ સામે હાથ જોડું, દેવળે સેલ્ફી લઉં.
તું નથી, તોયે અહીં તો રાતની ઝરમર ઝરે, ઓરડે ને ઓસરીએ વાતની ઝરમર ઝરે.
વજ્ર બ્હારે, બાપ મારો સાવ અંદર મીણ છે, ગાળ દે, ગુસ્સો કરે છે, એ જ પથ્થર મીણ છે.
શબ્દ ના, આ જાત મારી ઊતરી કાગળ ઉપર, રાત આખી આંખથી જે નીતરી કાગળ ઉપર.
સૌ ગયા, એ ના ગયો, એ એક સાચો દોસ્ત છે, ગાળ દે ને ચા પિવાડે, એ જ જૂનો દોસ્ત છે.
સાંજથી હું રાહ જોતો સાવ ઊભો બારણે, કોણ આવ્યું? કોઈ ના, હું ખુદ જ આવ્યો બારણે.
સવારે અરીસે જગાવું મને, ઉદાસી ઘડી તો હસાવું મને.
નથી ભાલમાં, છે લખી ટેરવે, કથા જિંદગીની ઘડી ટેરવે.
પ્રેમની બાજી હતી ને દાવ પણ તારો હતો, હારવામાં પણ મને તો કેફ કૈં ન્યારો હતો.
ઘડીભર છાંયડે બેસી, હૃદય, તું શ્વાસ લે થોડું, સફર લાંબી, નથી મંઝિલ, પવન પણ સાથ દે થોડું.
આંખ બોલે છે બધુંયે, સાંભળીને ચૂપ છું, હોઠ પર આવેલ શબ્દો ઓગળીને ચૂપ છું.
ક્યાં કનક કે ક્યાં રજત? એ તો હૃદય બસ માગતો, દીવડા-ઘંટા નહીં, એ તો પ્રણય બસ માગતો.
ભીડમાંથી નીકળી ને પાસ બેઠી એક ક્ષણ, જિંદગીભર જીવ મારામાં જ પેઠી એક ક્ષણ.