વેચાય છે
કોર્ટની દીવાલ પાછળ કાયદો વેચાય છે,
ચૂંટણીના મંચ પરથી વાયદો વેચાય છે.
લાયકાતો ધૂળ ખાતી, ફાઈલોમાં ઊંઘતી,
ખાનગી ખૂણે અહીં તો ઓહદો વેચાય છે.
તીર્થમાં પણ દાનપેટી, દર્શને પણ ભાવ છે,
સ્વર્ગનો પણ આજ સીધો ફાયદો વેચાય છે.
રોગ ભારે, ને ઉપરથી ડૉક્ટરોની ફી ઘણી,
પ્રાણ પર પણ ભાવ, ને ત્યાં ઓરડો વેચાય છે.
આ પરાગે મ્હેક વેરી મફતમાં ચારે દિશે,
ને અહીં તો વૃક્ષનો પણ છાંયડો વેચાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ભ્રષ્ટાચાર #બજારવાદ #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Corruption #Commercialisation #EverythingForSale #ParagRatanpara