← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટેરવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી ભાલમાં, છે લખી ટેરવે,
કથા જિંદગીની ઘડી ટેરવે.

પસીનો ઢળે જ્યાં ધરા પર, તહીં
અને મોલ ઝૂલે લચી ટેરવે.

ભલે હાથની રેખ ઝાંખી હતી,
છતાં ખેતરે મેં લણી ટેરવે.

ગ્રહો જ્યોતિષીના ગણે તું ભલે,
અમે તો કરમને ગણી ટેરવે.

કરે સૌ વિધાતા વિધાતા, પરાગ,
અમે તો સુગંધો વણી ટેરવે.

– પરાગ રતનપરા

#ગઝલ #પરિશ્રમ #નસીબ #ખેડૂત #કર્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #HardWork #Destiny #Farmer #Karma #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક છત્રીઆગલો લેખ →બાજી