← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમની બાજી હતી ને દાવ પણ તારો હતો,
હારવામાં પણ મને તો કેફ કૈં ન્યારો હતો.

તેં ઉતાર્યાં માત્ર પત્તાં, મેં ઉતાર્યો જીવ જો,
ને પરાજયનો મને તો એક સથવારો હતો.

તું હતી બાજી ઉપર ને હું હતો બાજી મહીં,
આપણો તો સાવ નોખો ખેલનો વારો હતો.

જીત લઈ એ તો ગયાં ઉત્સવ મનાવા ગામમાં,
હું હતો ખૂણે, અને ખૂણો ય અંધારો હતો.

હારનારાની ગલીમાં ગાય છે આજે પરાગ,
જીતનારાના નસીબે માત્ર જયકારો હતો.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #હારજીત #બાજી #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndLoss #GameOfLove #Defeat #Solitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખટેરવેઆગલો લેખ →એક લોટો જળ