બંધ છે
ગામમાં ઊભી અડીખમ, પણ હવેલી બંધ છે,
આંગણામાં ઘાસ ઊગ્યું, ને અગાશી બંધ છે.
પ્રેમથી બાએ ઘરેણાં જે સજાવી રાખતી,
ઝાંઝરી ને ચૂંદડી, ને એ તિજોરી બંધ છે.
એક ચકલી રોજ આવીને ટકોરા મારતી,
કોણ ખોલે? ઓરડાની એક બારી બંધ છે.
બા પરોઢે ગાઈને જેના ઉપર દળતી હતી,
ધૂળ ખાતી ઓસરીમાં સાવ ઘંટી બંધ છે.
આ પરાગે ગામ છોડ્યું, ફ્લૅટમાં વસવાટ છે,
ત્યારથી ભીતર હૃદયની એક મેડી બંધ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હવેલી #સ્થળાંતર #ગામ #ખાલીઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #Migration #EmptyHouse #Memories #ParagRatanpara