તું સમજી શકી?
આંખથી બોલ્યો હતો હું પ્રેમ, તું સમજી શકી?
દિલ ધડકતું, પૂછતું’તું ‘કેમ?’ તું સમજી શકી?
હું કહું: ‘તું તો ઘરેણું, તું જ હીરો, ઓ સખી’,
તેં બજારે જઈ ખરીદ્યું હેમ, તું સમજી શકી?
‘હું ફરી આવીશ’ — આપ્યું’તું વચન મેં ઉંબરે,
એ ન’તો વ્યવહાર, મારો નેમ, તું સમજી શકી?
રોજ પૂછું: ‘ઊંઘ આવી? ને દવા લીધી હતી?’
એ જ મારી પ્રાર્થના, તું ક્ષેમ, તું સમજી શકી?
આ પરાગે મ્હેકથી કીધું ઘણું તારા વિશે,
તેં ગણી અફવા, થયો બસ વ્હેમ, તું સમજી શકી?
– પરાગ રતનપરા
#ગઝલ #ગેરસમજ #પ્રેમ #દાંપત્ય #હળવીગઝલ #પરાગરતનપરા
#GujaratiGhazal #Misunderstanding #LoveAndMarriage #LightVerse #UnsaidWords #ParagRatanpara