← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવી ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક પળ ફૂલો ઉપર હું ઝાકળે જીવી ગયો,
ને પછી થઈ બાફ, ભીના વાદળે જીવી ગયો.

ઘર ગયું, ઘરનાં ગયાં, ને ગામનું પાદર ગયું,
તોય ઘરડા એક ઊભા પીંપળે જીવી ગયો.

બારણે આવી, ટકોરા વિણ, ફરી પાછો ગયો,
તે પળે ઝણઝણ થયેલી સાંકળે જીવી ગયો.

એ નયનમાં સ્થાન ના પામ્યો, ભલે, તો પણ જુઓ
એ નયનની કોર પરના કાજળે જીવી ગયો.

પાનખરમાં આ પરાગે હાર ના માની કદી,
એક અણદીઠી નવી એ કૂંપળે જીવી ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #ક્ષણ #પ્રેમ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #LivingInMoments #UnspokenLove #Hope #SmallJoys #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપગપાળાઆગલો લેખ →માઉસ