← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગપાળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માને મંદિર જાવું રે મારે, ભલે કેડી કાંટાળી,
ફોલ્લા ફૂટે પગમાં તોયે ગાઉં, પાડું તાળી.

ઘર છોડ્યું, ગામ છોડ્યું, છોડી સઘળી માયા,
તડકો ઝીલ્યો માથા ઉપર, ધૂળમાં નાખી કાયા;
રસ્તે મળતા અજાણ્યા સૌની આંખો લાગી વ્હાલી…
માને મંદિર…

વટેમાર્ગુએ પાણી પાયું, ડોશીએ દીધી રોટી,
કોઈએ પૂછ્યું નહીં કે તારી જાત નાની કે મોટી;
માનવ માનવ વચ્ચે ત્યાં તો મેં મૂરત માની ભાળી…
માને મંદિર…

પરાગ કહે: આ પગપાળાનો મરમ પછી સમજાયો,
માને મળવા નીકળ્યો'તો, પણ રસ્તે ઈશ્વર પામ્યો;
પહોંચ્યો ત્યાં તો મા પણ હસતી, દીવો થઈ ઝળહાળી…
માને મંદિર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકરું છુંઆગલો લેખ →જીવી ગયો