← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બારણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજથી હું રાહ જોતો સાવ ઊભો બારણે,
કોણ આવ્યું? કોઈ ના, હું ખુદ જ આવ્યો બારણે.

એ ટપાલી રોજ આવે, પત્ર ના લાવે કદી,
તોય એની રાહમાં હું આજ બેઠો બારણે.

રાતભર ઘર ઊંઘતું, ને તારલા ઝબકી ગયા,
એક દીવા સાથ હું પણ સાવ જાગ્યો બારણે.

રાહ જોતાં, જાત મારી ઓગળી ખરતી રહી,
આંખ ઝૂકી, ને પછી આ શ્વાસ થાક્યો બારણે.

આ પરાગે વાયરાને મ્હેક દીધી’તી ઘણી,
ને હવે રસ્તો ય મારો સાવ થંભ્યો બારણે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #એકલતા #વિરહ #રાહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #AtTheDoor #Longing #Solitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડિલીટઆગલો લેખ →મારી કવિતા