હજી છે
ભલે રાત લાંબી, સિતારો હજી છે,
અગર નાવ ડૂબે, કિનારો હજી છે.
ગયા મિત્ર, સાથી, સગાં સૌ ગયાં, પણ
પિતાના ખભાનો સહારો હજી છે.
નયનથી ભલે એ ન બોલી કશું, પણ
પલકનો જરા શો ઇશારો હજી છે.
ન શાળા, ન પાણી, ન રસ્તો, ન દીવો,
છતાં ભવ્ય મંત્રી-ઉતારો હજી છે.
પરાગે હવામાં લુટાવ્યું બધું, પણ
અહો! મ્હેકનો એ પસારો હજી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પિતા #પ્રેમ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #FathersShoulder #SilentLove #Satire #ParagRatanpara