દોસ્ત છે
સૌ ગયા, એ ના ગયો, એ એક સાચો દોસ્ત છે,
ગાળ દે ને ચા પિવાડે, એ જ જૂનો દોસ્ત છે.
પાંચ વરસે પણ મળે, ને વાત ત્યાંથી માંડતો,
તાર તૂટેલો ય સાંધે, એ જ પાક્કો દોસ્ત છે.
જીતમાં મારી, પ્રથમ જે નાચતો ગાતો ફરે,
બેઈમાની ના, હૃદયનો સાવ ભોળો દોસ્ત છે.
રાત અડધી, ફોન જોડું, ‘કેમ?’ એ પૂછે નહીં,
દોડતો આવે તરત, બસ એ જ ઘેલો દોસ્ત છે.
આ પરાગે ફૂલ ખોયાં, બાગ પણ સૂકાઈ ગ્યો,
મૂળ જેવો સાથ દેતો, એક ઊંડો દોસ્ત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #દોસ્તી #સાથ #વફાદારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #TrueFriend #Loyalty #OldFriends #ParagRatanpara