વરસાદમાં
મોર થઈને આંગણે હું નાચતો વરસાદમાં,
બાળ થઈ, છત્રી ફગાવી, દોડતો વરસાદમાં.
કાગળોની નાવ લઈને બાળકો દોડ્યાં ગલી,
હું ય ઘરડો તોય એમાં કૂદતો વરસાદમાં.
છાપરું ચૂવે, ટપકતી રાત આખી ઓરડે,
બાપ મારો ઝૂંપડીમાં જાગતો વરસાદમાં.
આભ સામે હાથ જોડી વાટ જોતો જે હતો,
ખેતરે ઊભો, ખુશીમાં ઝૂમતો વરસાદમાં.
આ પરાગે શબ્દ ઝીલ્યા વાદળોના, ત્યારથી
હું ગઝલ થઈને ગગનમાં ગાજતો વરસાદમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ચોમાસું #ખેડૂત #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #RainyDays #Farmer #ChildlikeJoy #ParagRatanpara