ત્યારથી
તું મળી ને શબ્દને પણ પાંખ લાગી ત્યારથી,
આ કલમને પણ ગઝલની ભૂખ જાગી ત્યારથી.
વાંસ જેવો હું હતો, પોલો અને સૂકો સદા,
કોઈ ના ફૂંકે છતાં યે સૂર વાગી ત્યારથી.
પાંપણે તારી છબીનો દીપ ઝળહળતો રહે,
ઊંઘ પણ રીસાઈ ગઈ ને રાત ભાગી ત્યારથી.
હાથ જોડી રોજ ઊભો હું રહું દેવાલયે,
મેં નથી માગ્યું કશું, બસ તું જ માગી ત્યારથી.
આ પરાગે બાગનો સંગાથ છોડ્યો છે, સખી,
મ્હેક થઈ, આખા જગતમાં છે વિરાગી ત્યારથી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રથમપ્રેમ #પ્રેમ #કવિતા #ઉજાગરો #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #BirthOfPoetry #Sleeplessness #Romance #ParagRatanpara