કુલ ૨૦૨૨ લેખ · પાનું ૫ / ૪૧
ગગન આખું, હવા, તારા અને ઝરણું અમારું છે, ભલે છત ના, ભલે ભીંતો નથી, તરણું અમારું છે.
ઓરડા મોટા ઘણા ને ચોતરફ બસ ભીંત છે, બાળકોની ચીસ ક્યાં? ક્યાં ઘોડિયાનું ગીત છે?
હતી દીવડી, એ ય બળતી રહી, અમાસે ય મીઠું મલકતી રહી.
તું મળે એ આશમાં હું સાવ તારો થઈ ગયો, તું નદી થઈ ને વહી, હું તો કિનારો થઈ ગયો.
શેર સમજાયો નથી, પણ જોરથી તાળી પડે, ને સભા પૂરી થતાં તો ભોજની થાળી પડે.
બે ઘડી બેઠાં તમે, ને ક્યાં હવે આ ભાન છે? હોઠ પર બસ એક ઝીણું નામનું તોફાન છે.
તું ન આવે, તોય તારું નામ પણ આરામ છે, વૈદ્ય દે કડવી દવા, ને તું હસે તો જામ છે.
પથ્થરો જેણે ઉપાડ્યા, એ વિશે ક્યાં વાત છે? ને તખતની ઊંઘ પણ ઇતિહાસમાં સોગાત છે.
રેલના પાટા સમો આ આપણો પણ સાથ છે, સાથ ચાલે જિંદગીભર, ક્યાં કદી પણ હાથ છે?
ભૂખ ભાંગે એટલું બસ એક ભાણું જોઈએ, રાત ઠારે એટલું બસ એક ગાણું જોઈએ.
માંડવો છૂટી ગયો, ને એક સ્મરણ રહી ગયું, ઓસરીમાં કંકુવાળું એક ચરણ રહી ગયું.
જાત બાળી મ્હેકતો જે, એ જ સાચો ધૂપ છે, ના કદી ફરિયાદ કરતો, પ્રેમનું એ રૂપ છે.
ભૂલવા ચાહું ઘણું, પણ કાલની આ જાળ છે, જેમ છૂટું, એમ વધતી આગની આ ઝાળ છે.
દૂર બેઠો છું છતાં, બા ગોળ-પોળી મોકલે, ને દુઆઓથી ભરેલી એક ઝોળી મોકલે.
રેશમી દોરો ભલે, પણ લોહનો આ બંધ છે, બાળપણનાં રમકડાં ને આંસુનો સંબંધ છે.
ખેતરે ઊભો હજી, ખભ્ભે ભલે ને થાક છે, આભ રૂઠે, ભોંય ફાટે, તોય એની ધાક છે.
હજી ઘર બધું બા સહારે ટકે, નદી પણ સદા બે કિનારે ટકે.
ફૂલમાં ને ડાળમાં, ને આ પવનમાં તું જ તું, આંખ મીંચું તોય મારા આ નયનમાં તું જ તું.
હોઠ પર આવી અટકતી વાતને ક્યારે કહું? ને ગળે ડૂમો ભરાયો, કેમ અત્યારે કહું?
આખરી પળ, ઓ સ્વજન, બસ ઘૂંટ પાણી આપજો, ને પછી કાને ફરીથી ગામ-વાણી આપજો.
હતી ઇચ્છા ઘણી કાલે, ચલો પૂરી કરું આજે, હતો ડર ડૂબવાનો, આ નદીને પણ તરું આજે.
રોજ રસ્તે, ભીડમાં, સૌ લોક પૂછે: કેમ છો? હું કહું ત્યાં, એ ગયો, ને કોક પૂછે: કેમ છો?
ખોઈ બેઠો ગામ, ને એ ઓસરી ક્યાંથી હવે? આવતી જાતી રણકતી ઝાંઝરી ક્યાંથી હવે?
માતૃભાષા બોલવામાં આજ સૌને ભૂલ છે, ને ખરું-ખોટું ભલે હો, ઇંગ્લિશે જો, કૂલ છે!
અન્યને માપ્યા કરે, ખુદનું કશું ના માપ છે, ભીંત ઊંચી, દ્વાર નાનાં, ભીતરે સંતાપ છે.
રોજ લોકલ પકડવા એ દોડતો જાતો હતો, ને ટિફિન લઈ, એક ઝીણું ગીત એ ગાતો હતો.
ન પ્યાલો, ના સુરા, સાકી, અમે તારી નજર પીધી, હતી એવી નશીલી કે અમે આખી ઉમર પીધી.
જિંદગીભર દોડમાં, ક્યાં ખૂબ હસવું થાય છે? ને કદી ક્યાં મોકળું એ ઝાર રડવું થાય છે?
જેબ ખાલી હોય તોયે, મિત્ર વ્હાલો હોય છે, એક ચા, બે હોઠ, ને વચ્ચે ય પ્યાલો હોય છે.
કોણ જાણે કાલને? બસ હાથમાં આ આજ છે, દોષ દે તકદીરને, ને એમ ઢાંકે લાજ છે.
રાહ જોતી રોજ ઊભી, બારણે તું આવશે, શીત રાતે ગામના એ તાપણે તું આવશે.
રણ નથી હું, એ જ રણમાં ઊડતી હું રેત છું, આયનો ના, આંસુ જેવું આંખ ભીનું હેત છું.
સાંજના મા-બાપ સાથે બેસવું, એ યોગ છે, ને બધું હોવા છતાં ના બેસવું, એ રોગ છે.
સમય સાવ હું તો ઉડાવી ગયો, પછી જાતને હું ગુમાવી ગયો.
હું થકી તું લગ જવાનું, આયખે ખૂટ્યું નહીં, એક ડગલાનું હતું અંતર, છતાં તૂટ્યું નહીં.
તું તરસ થઈ આવ તો હું વાવ જેવો થઈ જઉં, તું નદી થઈ આવ તો હું નાવ જેવો થઈ જઉં.
હું નદી છું, ધસમસું તો પથ્થરો પણ ઓગળે, હું જ ધરતી છું, સહું તો બીજ ઊગી ઝળહળે.
નથી જે હાથમાં, એ સૌ ફિકરનું વજન મૂકી દે, બળે જે અન્યના સુખથી, બધી એ જલન મૂકી દે.
હતો રામનો ચૌદ વરસે પ્રવાસ, નગરમાં અમારે સદા વનનિવાસ.
નથી પાસ પૈસો, મજાની ફકીરી, છતાં રાજવી શી દિવાની ફકીરી.
ના હસું હું, ના રડું, ને હોઠ પર ફરિયાદ ના, જિંદગી એવી ઠરી, કે કોઈની પણ યાદ ના.
ઓટલા, ચોપાટ, હોકો, ગામની ડેલી હતી, સાંજ પડતાં ગોઠડીના નામની ડેલી હતી.
રોજ પ્રાતઃ પાંચ વાગે જાગવાનું કાલથી, ફાફડા ને ઢોકળાંથી ભાગવાનું કાલથી.
દૂર છે, પણ દૂર ક્યાં છે? એ જ મારો યાર છે, સાત દરિયાપાર પણ એ શ્વાસનો આધાર છે.
એક દી’ ઊભો રહી મેં દૂરથી જોયો મને, ઓસરી ગ્યા કો નદીના પૂરથી જોયો મને.
સ્નેહની ઠંડક નથી, બસ તાપ છે સંબંધમાં, કેટલું તેં, કેટલું મેં, માપ છે સંબંધમાં.
લખું જે ય અક્ષર, બને નામ તારું, ફરું દેશ-પરદેશ, ત્યાં ગામ તારું.
રાતભર જાગ્યા કરું, ને કોણ આવે ઊંઘમાં? કોઈ મીઠું ગીત ગાતું, ને ઝુલાવે ઊંઘમાં.
માતૃભાષા સૌ વિસારી સાવ ઈઝી થઈ ગયા, ‘હાય’, ‘ઓકે’, ‘કૂલ’ બોલી ખૂબ ક્રેઝી થઈ ગયા.
જો, મિલનની આ સુહાની શી ઘડીમાં આંસુ છે, ફૂલ થઈ ખીલી રહેલી કો કળીમાં આંસુ છે.