← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અમારું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગગન આખું, હવા, તારા અને ઝરણું અમારું છે,
ભલે છત ના, ભલે ભીંતો નથી, તરણું અમારું છે.

ગરીબી છે, છતાં ઓઢી ગગન સૂતા અમે રાતે,
નથી ચાદર, ખરું, પણ આ જ ચાંદરણું અમારું છે.

તમારા મ્હેલમાં સોનું, તમારા હાથમાં સત્તા,
અમારી આંખમાં જે આ રમે સમણું અમારું છે.

તમે વાડો ભલે બાંધો, તમે ખીલા ભલે ઠોકો,
છલંગો મારતું વનમાં ભમે, હરણું અમારું છે.

પરાગે ફૂલ પાસેથી કશું યે ના કદી માગ્યું,
હવા જેવું, સુગંધી જેમ, આ શરણું અમારું છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રકૃતિ #સ્વતંત્રતા #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoversWealth #Nature #Freedom #Contentment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહોર્ડિંગઆગલો લેખ →ભીંત