← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેશમી દોરો ભલે, પણ લોહનો આ બંધ છે,
બાળપણનાં રમકડાં ને આંસુનો સંબંધ છે.

ઢીંગલી તારી હજી તો ઓરડે બેઠી રહી,
એ નથી બસ ખેલ, એ તો જન્મનો અનુબંધ છે.

ભાગ પાડ્યા ખેતરોના, ઘર તણા, ઝઘડા કરી,
બેનનાં ભીનાં નયન જે ના જુએ, એ અંધ છે.

સાસરે બેઠી ભલે, પણ ગામને ભૂલી નથી,
સાડલે એના હજી આ પાદરોની ગંધ છે.

બેનની ડોલી ઉપાડી આ પરાગે જે ઘડી,
ત્યારથી ભીનો થયેલો આજ મારો સ્કંધ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ભાઈબહેન #રક્ષાબંધન #વિદાય #સ્નેહ #પરાગરતનપરા
#GujaratiGhazal #SiblingLove #Rakhi #SistersFarewell #FamilyBond #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાજળઆગલો લેખ →જ્યોત