← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું થી તું સુધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું થકી તું લગ જવાનું, આયખે ખૂટ્યું નહીં,
એક ડગલાનું હતું અંતર, છતાં તૂટ્યું નહીં.

દેવળે, દરગાહ, તીરથ, હું ગયો સઘળી જગા,
એક મારું ‘હું’પણાનું ઘર કદી છૂટ્યું નહીં.

આયનો તોડ્યો ઘણી વેળા અહંના રોષમાં,
પણ અહંનું એક પણ પ્રતિબિંબ ત્યાં ફૂટ્યું નહીં.

જે ઘડી ‘હું’નો ઉતાર્યો ભાર મેં માથા થકી,
તું જ સામે, ને પછી મેં નામ પણ ઘૂંટ્યું નહીં.

આ ‘પરાગે’ ફૂલને પૂછ્યું, ‘તને ક્યાં પામવો?’
ફૂલ બોલ્યું: ‘ખૂલનારું કોઈએ લૂંટ્યું નહીં.’

– પરાગ રતનપરા

#ગઝલ #અહંકાર #આધ્યાત્મ #શરણાગતિ #હુંઅનેતું #પરાગરતનપરા
#GujaratiGhazal #Ego #SpiritualJourney #Surrender #SelfAndDivine #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછૂટા શેર ૧૦૩૧–૧૦૬૫આગલો લેખ →અણકહ્યું