થાય છે?
જિંદગીભર દોડમાં, ક્યાં ખૂબ હસવું થાય છે?
ને કદી ક્યાં મોકળું એ ઝાર રડવું થાય છે?
ફોન પર સો મિત્ર છે, ને રોજ સો સંદેશ છે,
આંખમાં આંખો પરોવી ખાસ મળવું થાય છે?
દિવસ આખો ધખધખે તાપે, ઉતાવળ દોડમાં,
ગોદમાં બાની ઘડીભર શાંત ઠરવું થાય છે?
છેવટે પણ યંત્રમાં બંધાઈ, આંખો મીંચતા,
બાપુ જેવું ઓસરીમાં ક્યાંય મરવું થાય છે?
આ પરાગે ફૂલ જોયું, ને થયું આ મન મહીં:
મ્હેક વેરીને પછી ચુપચાપ ખરવું થાય છે?
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #દોડધામ #આધુનિકતા #સહજતા #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #ModernLife #LostSimplicity #LivingFully #ParagRatanpara