← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવાની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો થઈ ગઈ દીવાની રે, મારા સાંવરિયાની,
લોક કહે છે: ઘેલી, હું તો કહું: નિશાની.

રણમાં ઊભી ઊંટ ઝુલાવું, વાટ જોઉં પરદેશી,
માથે ઘડો, ને ઘૂંઘટમાં બેઠી આખી વેશી;
રેતી ઉપર નામ લખું, ને પવન કરે છે નાદાની…
હું તો થઈ ગઈ…

સાસુ કહે: ઘરકામ કર, ને નણદી મારે મેણાં,
હું તો ગાતી જાઉં, મારા સાજનનાં સૌ વેણાં;
ઘંટી ફરે ને ગીત ફરે, ને ફરતી રાત જવાની…
હું તો થઈ ગઈ…

પરાગ કહે: જે દીવાની, એ જ જગતમાં ડાહી,
પ્રેમે જેને ઘેલી કીધી, એણે ઈશ્વર ચાહી;
મીરાં, રાધા, હીર ને સોહની — સૌની એક કહાની…
હું તો થઈ ગઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથાય છે?આગલો લેખ →છેવાડાનું ઘર