ઈઝી થઈ ગયા
માતૃભાષા સૌ વિસારી સાવ ઈઝી થઈ ગયા,
‘હાય’, ‘ઓકે’, ‘કૂલ’ બોલી ખૂબ ક્રેઝી થઈ ગયા.
થાળ ભૂલ્યા, ગોળ ભૂલ્યા, રોટલાનો સ્વાદ પણ,
ખીચડી ભૂલ્યા, ‘પિઝા’ ખાતાં જ ચીઝી થઈ ગયા.
કાગળો લખતા નથી, ને હાથ ભૂલ્યા અક્ષરો,
બે ઇમોજી મોકલીને એમ લેઝી થઈ ગયા.
ઓટલાની ગોઠડીમાં જે હતા સૌ ગામમાં,
ફ્લેટના સોફે જ ટીવી સાથ કોઝી થઈ ગયા.
‘કેમ છો?’ પૂછ્યું ‘પરાગે’, લોક સૌ મૂંઝાઈ ગ્યા,
આ વિદેશી ધુમ્મસે સૌ કેમ હેઝી થઈ ગયા?
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યગઝલ #ગુજલિશ #માતૃભાષા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Gujlish #MotherTongue #HumorPoetry #CulturalSatire #ParagRatanpara