ટકે
હજી ઘર બધું બા સહારે ટકે,
નદી પણ સદા બે કિનારે ટકે.
તિરાડો પડી ભીંતમાં તોય પણ,
છતો બાપુના બસ વિચારે ટકે.
ઘણા ટાવરો કાચના આ નગર,
બધું બેંકના બસ ઇશારે ટકે.
અને માણસો મોંઘવારી વચે,
હવે જિંદગી પણ ઉધારે ટકે.
પરાગે સુગંધી તને ક્યાં મળે?
કહે: કોઈ પ્રેમી પુકારે ટકે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘર #માબાપ #આધાર #મોંઘવારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Parents #Support #Inflation #WhatHoldsUsUp #ParagRatanpara