← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાગણ એકલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગ ન છાંટો મારી ચૂંદડીએ, મારો ફાગણ ગયો પરદેશ,
કેસૂડાં તો ખીલ્યાં વનમાં, મારે આંગણ રહ્યો કલેશ.

ગલીએ ગલીએ ગેર ચાલે, ઢોલ ઢબૂકે ઘેલા,
સૈયર સૌ પિચકારી લઈને દોડે વહેલાં વહેલાં;
હું તો બારી બંધ કરીને ઓઢું શ્યામનો વેશ…
રંગ ન છાંટો…

મીરાં જેમ મેં તંબૂરો લીધો, તાર તૂટ્યો ત્યાં પહેલો,
ગિરધર, તારા વિના આ ફાગણ લાગે ખાલી ખેલો;
લાલ ગુલાલ ઊડે આકાશે, મારે ધોળો કેશ…
રંગ ન છાંટો…

પરાગ કહે: જે રંગ ન છાંટ્યો, એ જ ઊંડો ઊતરે,
વિરહનો રંગ ધોવાય નહીં, એ જનમ જનમ નીતરે;
પિયુ આવે ત્યારે રમશું, એ જ મારો સંદેશ…
રંગ ન છાંટો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખટકેઆગલો લેખ →થોરનું ફૂલ