← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાળી પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેર સમજાયો નથી, પણ જોરથી તાળી પડે,
ને સભા પૂરી થતાં તો ભોજની થાળી પડે.

એક કવિ ઊઠે, પછી બીજો, પછી ત્રીજો ચડે,
હોલની સૌ બેઠકો તો એ પછી ખાલી પડે.

ભાષણો ચાલે પ્રમુખનાં, ને કલાકો જાય છે,
ને સભાની રાત પણ એમાં ઘણી કાળી પડે.

કોકિલાનું ગીત પણ ના સાંભળે કો બાગમાં,
કાગડાના ભારથી તો ઝાડની ડાળી પડે.

આ પરાગે મ્હેક વેરી, ને મળી ના દાદ પણ,
મંચને તો ઢોલની ભાષા ઘણી વ્હાલી પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #કવિસંમેલન #મુશાયરો #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PoetryEvents #LiteraryHumour #Applause #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખથઈ ગયોઆગલો લેખ →ભાન