નગરનો વનવાસ
હતો રામનો ચૌદ વરસે પ્રવાસ,
નગરમાં અમારે સદા વનનિવાસ.
અહીં લાખ લોકો, છતાં એકલા,
કહે કોણ: ‘શાને થયા છો ઉદાસ?’
મિનારા ઉપર સૂર્ય ઊગે ભલે,
અમારે ઘરે તો તિરાડે ઉજાસ.
હતી ધૂળમાં ગામની જે સુગંધ,
અહીં ડામરે ક્યાં હવે એ સુવાસ?
ઉગાડ્યાં ‘પરાગે’ ગુલાબો ઘણાં,
છતાં ગૂંગળાતો રહે રોજ શ્વાસ.
– પરાગ રતનપરા
#ગઝલ #નગરજીવન #એકલતા #વતનનીયાદ #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLife #Loneliness #Nostalgia #UrbanExile #ParagRatanpara