ઇતિહાસ
પથ્થરો જેણે ઉપાડ્યા, એ વિશે ક્યાં વાત છે?
ને તખતની ઊંઘ પણ ઇતિહાસમાં સોગાત છે.
એક મુઠ્ઠી અન્ન દીધું, વાજતે ને ગાજતે,
ને શિલાલેખે લખાયું: રાજવી ખેરાત છે.
યુદ્ધ જીત્યા, ઢોલ ગાજ્યા, ને નગારાં ગામમાં,
પણ અનાથોના ઘરે તો ચૂપ આ આઘાત છે.
ગ્રંથમાં રાજા તણું સોને મઢેલું નામ છે,
જે ઘરે દીવો બુઝાયો, એ ઘરે તો રાત છે.
આ પરાગે ધૂળમાં ઇતિહાસ શોધ્યો આખરે,
ધૂળ બોલી: રાય જેવી રંકની ઔકાત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઇતિહાસ #શ્રમિક #રાજાશાહી #સમાનતા #પરાગરતનપરા
#GujaratiGhazal #History #Labourers #UnsungHeroes #Equality #ParagRatanpara