ખેડૂત
ખેતરે ઊભો હજી, ખભ્ભે ભલે ને થાક છે,
આભ રૂઠે, ભોંય ફાટે, તોય એની ધાક છે.
તીડ આવ્યાં, પૂર આવ્યાં, ભાવ ના આવ્યા કદી,
તોય વાવે બીજ, જાણે સ્વપ્ન જેવો પાક છે.
મંચ પર નેતા કહે: તું દેશનો આધાર છે,
ને પછી વ્યાજે ડુબાડે, એમનું આ નાક છે.
બારમાસી કામ એનું, ના મળે આરામ પણ,
રાત દી ફરતો રહે, જાણે ધરાનો ચાક છે.
ખેડુને પૂછ્યું પરાગે: શી કમાણી આખરે?
એ કહે: આ હાથ, આ હળ, ને કપાળે ખાક છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખેડૂત #ધરતીપુત્ર #સંઘર્ષ #અણનમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #SonOfTheSoil #Resilience #RuralLife #ParagRatanpara