આરામ
તું ન આવે, તોય તારું નામ પણ આરામ છે,
વૈદ્ય દે કડવી દવા, ને તું હસે તો જામ છે.
તાવમાં બબડું સતત, ને માવડી પોતાં કરે,
એ જ ઠંડા સ્પર્શમાં તો તીર્થ ચારે ધામ છે.
આંકડો બિલનો નિહાળી, શ્વાસ પાછો ત્યાં ગયો,
ડૉક્ટરો હસતાં કહે: આ શ્વાસના પણ દામ છે!
દુઃખના દરિયા ભલે આવ્યા, કહે છે બાપુજી:
નાવ તો બસ એક, એનું નામ પણ શ્રીરામ છે.
આ પરાગે ઔષધો ચાખ્યાં ઘણાં, ને આખરે
મ્હેક જેવી એક મીઠી યાદ, એ જ મુકામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આરામ #માનોસ્પર્શ #ઉપચાર #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Healing #MothersTouch #Faith #Remedy #ParagRatanpara