આ ટેગ સાથે 500 લેખ · પાનું ૨ / ૧૦
વાટ નાની, તેલ થોડું, ને નમેલી જ્યોત છે, ચોતરફ ઘનઘોર અંધારું, પવન પણ મોત છે;
દાદ દીધી સૌ સભાએ, ને બધે બસ વાહ છે, કોણ જાણે, એ ગઝલમાં કેટલી આ આહ છે?
બાંકડો સૂનો હવે, ને બાગમાં એકાંત છે, જે ગલીમાં ચાલતાં'તાં, એ ગલી પણ શાંત છે;
બધું ઠાલવી દે ન કાગળ ઉપર, કશું આંખમાં રાખ ઝાકળ ઉપર;
સૂર્ય ઊગે, આથમે, એ રોજનો એનો નિયમ, તોય ખીલે છે સવારે, ના કરે એ કોઈ ગમ;
ફૂલ જેવા લાગતા’તા, એ જ કાંટા થઈ ગયા, સાગરો ધાર્યા હતા જે, સાવ છાંટા થઈ ગયા;
આંગણું, ઘર, ખેતરો તો વારસામાં સૌ મળે, પણ પિતાના ટાંકણાથી ક્યાં નવાં શિલ્પો ઢળે?
રાહ જોતાં, જો, વરસથી ઉંબરો ય ઘસાઈ ગ્યો, રાતભર બળતો હતો, તે દીવડો ય બુઝાઈ ગ્યો;
હું હસું, તો લોક સમજે, હું ય મોજે મસ્ત છું, કોણ જાણે, ભીતરેથી કેટલો હું ધ્વસ્ત છું;
રાતની પીંછી ફરી કાળી, ભરી આકાશમાં, ચાંદ-તારાનાં ચિતરતી ચિત્ર ઝીણા શ્વાસમાં;
ટાંકણું તારું હતું, ને પથ્થરો મારા હતા, ઘા હતા એ પ્રેમના, ને ઘાવ પણ પ્યારા હતા;
આવતાં રડતા હતા, ને સૌ હતા હસતાં ઘરે, જાવ ત્યારે હાસ્ય સાથે, આંખ સૌની જ્યાં ઝરે;
ભલે ઝૂંપડું, ને ભલે છત પડેલી, અમારાં સપનમાં ઉડાનો ભરેલી;
લાગણીના બાગને ક્યારેક પાણી પાઈએ, સાવ કોરું થાય એ પૂર્વે જરા ભીંજાઈએ;
ભલે વેલ સૂકી પડી આંગણે, ફરી ફૂટશે એક ટીપાં તણે;
આ જ ઓટે બેસતાં’તાં, આ જ ઝૂલે ઝૂલતાં, આંગણે રમતાં, પડી જઈ, ઘાવ સઘળા ભૂલતાં;
હાટમાં તો હીર ને મોતી બધું વેચાય છે, ભાવ ઊંચો હોય તોયે કોઈ લઈને જાય છે;
નસીબે કે પસીને આ બધું, તે કોણ જાણે છે? હતું જે હાથમાં, એને બધા મોજે જ માણે છે;
પથ્થરો તો કેટલાયે ઠોકરે અથડાય છે, કોઈ એકાદો ઘસીને હીર થઈ પૂજાય છે;
મરે ક્યાં? અરે, શબ્દ થઈ જાય છે, હવામાં ભળી ગીત થઈ ગાય છે;
રમકડું બનાવ્યું, રમાડી જુઓ, પછી એ જ સૌને નચાવે જુઓ;
પવન બોલ્યો: ‘અરે ડાળી, તને શું બીક ના લાગે?’ કહે ડાળી: ‘નમું છું હું, નમેલું ક્યાં કદી ભાગે?’
રાત આખી આંખ જાગી, સ્વપ્ન પણ આવ્યું નહીં, ને સવારે સૂર્ય ઊગ્યો, તેજ પણ ફાવ્યું નહીં;
સાવ સીધી વાતમાં પણ ગૂંચ નાખે છે બધા, ને ઉકેલી આપવાના દામ રાખે છે બધા;
ગાય માંદી થાય તો આખું ય ફળિયું જાગતું, ને બધાંની આંખમાં એનું દરદ પણ લાગતું;
હજી ઊભો અહીં ઝાંપે, હજી એ સાંજ સપનામાં, સમય આગળ ગયો, હું તો હજી તારા જ વચનામાં;
જ્યાં ઉજવણી હોય ત્યાં એ ક્યાંય દેખાતો નથી, ને પડું હું ખાઈમાં, તો એ ય ગભરાતો નથી;
ઝરૂખે રોજ સાંજે એક દીવો કોઈ મૂકે છે, ગલીના અંત પર આંખો સવારે સાંજ ઝૂકે છે;
થીંગડે ને થીંગડે મા સાંધતી'તી ઝૂંપડી, ને ગરીબી ફાડતી'તી રોજ આખી ઓરડી;
હાથ એના ફાટલા, ને ના કશું એ બોલતો, રોજ ધરતીનાં પડો એ હળ થકી બસ ખોલતો;
આંસુઓનો રંગ ક્યાં છે, ગંધ પણ ક્યાં હોય છે? તોય મા પરદેશથી પણ ઓળખે, તું રોય છે;
રાત આખી રાજ્ય જીત્યું, મ્હેલમાં ઝૂલ્યો ઘણું, ને સવારે ખાટલો, ને ઝૂંપડીનું આંગણું;
અન્યના દોષો ગણે એ સૂક્ષ્મદર્શી કાચથી, જાત જોતાં, આંખ મીંચી, ભાગતો એ આંચથી;
રાખ ચોળી અંગ પર જે રાજવી સમ ઝળહળે, ઝેર પીને કંઠમાં, જગને અમી થઈને મળે;
નોટથી ખિસ્સું ભરાયું, મન છતાં ખાલી હતું, ઝૂંપડીમાં એક દીવો, તોય ઘર ઝળહળ થતું;
કોઈને રોટી મળી ના, કોઈને ખાવું નડે, એકને છત પણ નથી, ને અન્યને ત્રણ ઘર જડે;
ભલે પાનાં થશે પીળાં, ગઝલ ગાતી રહેવાની, હવામાં મ્હેક શબ્દોની સદા વાતી રહેવાની;
લીમડાનો ઘૂંટ કડવો, પણ ઉતારે તાવ એ, ઠોકરોનો સ્વાદ ખારો, શીખવાડે દાવ એ;
શ્રાવણે શિવલિંગ પર તો દૂધની ધારા વહે, બારણે ભૂખ્યું ય બાળક ભૂખની પીડા સહે;
સરળ સીધા રહો તો, લોક કાપી ખાય છે તમને, બનો વાંકા જરા, ખુરશી સદા સોંપાય છે તમને;
આંગળી ઝાલો અનાથોની જ, સાચું સુખ મળે, પેટ ભૂખ્યાંનું ભરો તો, એક મીઠું સુખ મળે;
આભ છે, અંધાર છે, ને મૌનનો વિસ્તાર છે, કોઈ ઝીણો સૂર છે, ને સૂરમાં ઝંકાર છે;
વાદળો ઘેરાં હતાં, ને સાથ મીઠી ચા હતી, તેં હસીને જે ધરી, એ સાવ ભીની ચા હતી;
ચોકમાં ગજરા ધરીને સાંજભર ઊભી રહી, મોગરાની મ્હેક આખા ગામને દેતી રહી;
બળે વાટ ને તેલ ખૂટી જતું, છતાં જ્યોતનું વ્રત ન તૂટી જતું;
રેશમી સપનાં બધાં મેં સાચવી રાખ્યાં હતાં, ખાસ અવસર કાજ તો એ ગોઠવી રાખ્યાં હતાં;
ધૂળમાં ઝાંખાં છતાં પગલાં હજી અકબંધ છે, ગામની કેડી ઉપર બાની હજી એ ગંધ છે;
ગઝલને ગુલાબો તણી મ્હેક દે, અને શૂળની ધાર ને ટેક દે;
માગ મા ધન, માગ મા યશ, માગ મા તું તાજ પણ, માગ કે ભૂખ્યું ન સૂએ કોઈ બાળક આજ પણ;
વ્હેમ વાવો તો ફળે છે ખેતરે બાવળ બધે, ને ભરોસો વાવતાં ઊગે ઘટા ઝળહળ બધે;