← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદ દીધી સૌ સભાએ, ને બધે બસ વાહ છે,
કોણ જાણે, એ ગઝલમાં કેટલી આ આહ છે?
સૌ દિલાસો દઈ ગયા, ને સૌ સલાહો દઈ ગયા,
હાથ ઝાલી જે ચલે, એની જ મુજને ચાહ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખક્યારે કહું?આગલો લેખ →વસિયત