← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાંપો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી ઊભો અહીં ઝાંપે, હજી એ સાંજ સપનામાં,
સમય આગળ ગયો, હું તો હજી તારા જ વચનામાં;
બધાં પાનાં ફરી ગ્યાં, જિંદગીની આ કિતાબે, પણ
હજી અટકી ગયો છું હું, પહેલા એ જ પાનામાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગામની દાયણઆગલો લેખ →ભરોસે