← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માગ મા ધન, માગ મા યશ, માગ મા તું તાજ પણ,
માગ કે ભૂખ્યું ન સૂએ કોઈ બાળક આજ પણ;
ઝૂંપડીમાં દીપ બળતો હોય, ઘરમાં રોટલો,
એ મળે તો ઈશ્વરે રાખી ગણાશે લાજ પણ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમારો ગુજરાતઆગલો લેખ →ભાગોળે મા