← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારો ગુજરાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢોકળાં ને ફાફડા, ને ગરબાનો ઘેલો, આ મારો ગુજરાત,
ધંધામાં ચતુર, ને દિલમાં ભોળો, એવી એની જાત.

નર્મદાનાં નીરે નાહ્યો, ગિરનારે જઈ ચડ્યો,
સાબરમતીને કાંઠે બેઠા સંતે જગને ઘડ્યો;
દરિયો ખેડી દેશ-વિદેશે લઈ ગયો સોગાત.
ઢોકળાં ને ફાફડા…

નવરાત્રિમાં નવ રાત જાગે, દસમે દહાડે ઑફિસ,
ઉધાર માગો તો હસીને કહે: ‘ચા પીઓ, બેસો, પ્લીઝ!’
નફા-ખોટનો હિસાબ રાખે, પણ દિલમાં ન રાખે વાત.
ઢોકળાં ને ફાફડા…

પરાગ કહે: દુનિયામાં ક્યાંય પણ જાય ગુજરાતી,
ખાખરા ને થેપલાં લઈને ભરી જાય એ થાતી;
પરદેશે પણ ગરબો ગાજે, એવી એની નાત.
ઢોકળાં ને ફાફડા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદુબઈ દેશેઆગલો લેખ →માગ