← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંજોગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈને રોટી મળી ના, કોઈને ખાવું નડે,
એકને છત પણ નથી, ને અન્યને ત્રણ ઘર જડે;
ખેલ આ સંજોગનો છે, કોણ જાણે શું થશે,
જોઈને આ ખેલ ઈશ્વર પણ કદી ભોંઠો પડે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબાપુની લાકડીઆગલો લેખ →ભીંત