આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૩૮ / ૪૧
જિંદગીભર જે કમાયા, દામ સાથે આવશે? માન-મોભો, પદ-પ્રતિષ્ઠા, નામ સાથે આવશે?
એક ખાણે બે શિલા, પણ ભિન્ન કેવું છે નસીબ! દેવતા થઈ એક, બીજો ઠેસ જેવું છે નસીબ.
આભ આખું રાહ જોતું, બંધ બારી ખોલ તું, ભીતરે જે સંઘરી છે, એ પિટારી ખોલ તું.
સૌ ઘડે છે માપસરના સાવ નાના ઈશ્વરો, બ્હાર ઝઘડે સૌ, હૃદયમાં મૌન છાના ઈશ્વરો.
સાંજના આકાશમાં આ રંગ કોનું કામ છે? મોરપીંછાનો અનોખો ઢંગ કોનું કામ છે?
રચે છે સદા એ મહેલો હવામાં, નદી પર જુઓ, પુલ ચણેલો હવામાં.
તેં લખેલી પંક્તિઓમાં ઝળહળું છું એકલો, રાત આખી મીણ પેઠે પીગળું છું એકલો.
ગામની શેરી, લખોટી, બાળપણનો ભાઈબંધ, સાથ ખેલ્યો, સાથ ખીજ્યો, ગાંડપણનો ભાઈબંધ.
આંસુ કેદી, બંધ પાંપણ, રાતની ક્યારે સવાર? ઠેસ પર ઠેસો પડી, આ ઘાતની ક્યારે સવાર?
તું કહે તો ઝૂંપડી પર તાજ લૂંટાવી દઉં, હોઠના મલકાટ પર આ રાજ લૂંટાવી દઉં.
ઝાલરો ને શંખ વાગ્યા, ઊઠ ધ્યાની, જાગ તું, ગ્રંથ ગોખ્યા, અર્થ ભૂલ્યો, શબ્દ-જ્ઞાની, જાગ તું.
જે કહી શક્યો નહીં, એ સૌ સમાયું શબ્દમાં, રાતનું મૂંગું રુદન પણ, એ ગવાયું શબ્દમાં.
સફરથી ઠરેલો થયો છું હવે, ફળોથી નમેલો થયો છું હવે.
હજારો તારલા વચ્ચે સિતારામાં તને ભાળું, ન બોલે તું ભલે, તોયે ઇશારામાં તને ભાળું.
ધન ભલે હો, માન હો, પણ સાદગી પણ જોઈએ, ઘંટનાદો મંદિરે, પણ બંદગી પણ જોઈએ.
ઓગળેલી ચૂલની છે વાસ બાના સાડલે, બાળકોના ઊંઘતા સૌ શ્વાસ બાના સાડલે.
ઓગળી હું રાતમાંથી ભોરનો તડકો થયો, મૌન મારું તૂટતાં, હું ડાળનો ટહુકો થયો.
કોઈ આવી રાતના ને એમ બોલી સ્વપ્નમાં, બંધ વરસોથી હતું, એ દ્વાર ખોલી સ્વપ્નમાં.
તાપ છે, તોફાન છે, પણ છાંયડો છૂટે નહીં, ભીંત તૂટી, છત ટપકતી, ઓરડો છૂટે નહીં.
મંચ મળતાં, હાર મળતાં, ચમકતું આ હુંપણું, મિત્રનું ઘર જોઈ મોટું, ખટકતું આ હુંપણું.
લખી છે ભાગ્યની રેખા, કહાણી છે હથેળીમાં, હજારો વર્ષની વાતો પુરાણી છે હથેળીમાં.
રોજ પૂછે, ‘કોણ છે તું?’, બાવરો છે આયનો, જે છુપાવું એ બતાવે, આકરો છે આયનો.
ઉંબરે બેસી જરા એ ઝાંઝરીની રાહ જો, દૂર વગડે ગુંજતી એ બાંસરીની રાહ જો.
હૃદયની ઉદાસી મને પૂછજો, ઘરે પણ પ્રવાસી? મને પૂછજો.
દેશ માટે જાન દેવા સૌ ખડા છે સ્ટેટસ પર, ક્રાંતિના નારા લગાવી, લ્યો, ધજા છે સ્ટેટસ પર.
નદી હું, કિનારો થયો છું હવે, પ્રવાસી, ઉતારો થયો છું હવે.
શોર વચ્ચે જે ન જડતી, જિંદગી છે મૌનમાં, દેવળે ના જે મળી, એ બંદગી છે મૌનમાં.
તું પધારે ને અચાનક આજ ઉંબર ઝળહળે, ભીંતને પણ આંખ ફૂટે, ને બધું ઘર ઝળહળે.
કદી આંખમાં સ્વપ્ન આવે અચાનક, પરોઢે ઘડી એ જગાવે અચાનક.
હોય ઘર નાનું ભલે ને સાવ ઓછું, ચાલશે, છોકરાંનું હાસ્ય હો તો ઘર ય જૂનું ચાલશે.
આખા જગતનું ઝેર પી, મેં પ્રીતથી રાખ્યું ગળે, ના કોઈને દેખાય, એવી રીતથી રાખ્યું ગળે.
મંદિરે લાંબી કતારો, દર્શનોનો ભાવ છે, ભાવના ક્યાં છે હૃદયની? આસનોનો ભાવ છે.
ફાગણ તણી ડાળી ઉપર લખતી હવા તારી સહી, ઝાકળ બની ફૂલો ઉપર કરતી ઉષા તારી સહી.
રોજ ઘા તાજો મળે છે, ને સ્મરણનું પર્વ છે, આંસુ પણ દીવા બની ઝળકે, રુદનનું પર્વ છે.
દૂધમાં ભીંજેલ મીઠી માવડી છે ગુર્જરી, નર્મદાના તીર ગાતી વાંસળી છે ગુર્જરી.
ઓસરીમાં હીંચકો આ સાવ ખાલી સાંજના, કોણ પીવે? ચા ભરેલી એક પ્યાલી સાંજના.
ધૂળની આંખે ભરાયો મેહ સારો આ વખત, ને પ્રવાસી જેમ આવ્યો ઘેર પ્યારો આ વખત.
રૂઝ આવી છે હવે તો, વેદનાને છેડ ના, ભૂલ દેખાશે બધી, તું આયનાને છેડ ના.
ના ચકાસી, ના વિચારી, માહિતી છે ફોરવર્ડ, પુષ્પ, સૂરજ ને ગુલાબો, લાગણી છે ફોરવર્ડ.
ઓસરીમાં એકલો છું, સાંજ ઢળતી, મિત્ર આવ, ચા ય ઠંડી થાય છે ને યાદ બળતી, મિત્ર આવ.
સુણો કાનથી વાત, ચાળી જુઓ, હવે આપની જાત ચાળી જુઓ.
યાદ ઊભી છે અચાનક આંગણે સાંજે ફરી, આરતીનો સૂર રેલ્યો ઉંબરે સાંજે ફરી.
ગયો તૂટી ભલે રાતે, સવારે ચાલ, ઊભો થા, ઢળીને સૂર્ય ઊગે છે, ઇશારે ચાલ, ઊભો થા.
આંસુની એ ધારથી કો’ પથ્થરો પણ પીગળે, એક માની આહથી તો પર્વતો પણ પીગળે.
જરા જોવા જ આવ્યો’તો, વિસાર્યું ગામ મેળામાં, નચાવે ઢોલના તાલે, ગુમાવ્યું નામ મેળામાં.
તને પૂજ્યો યુગોથી મેં, કદી માણસ બની જોજે, અમારી ઝૂંપડીમાં તું કદી ફાનસ બની જોજે.
બેઠો ભલે એ ચૂપ, પણ કો’ મૌનની વાર્તા હશે, ભીની જરા આંખો જુઓ, કો’ ઘાવની વાર્તા હશે.
સવારે, સાંજ ને રાતે ઘણું નાણું કરી ભેગું, છતાં સૌ સાથ બેસીને ન એ ભાણું કરી ભેગું.
ભલે પગ ઘવાયા, ફરી ચાલવું, દિશા પણ ભુલાયા, ફરી ચાલવું.
આંગણું ક્યાં? ઝાડ ક્યાં? ક્યાં ઓટલો છે ફ્લેટમાં? નામપાટી બારણે, પણ ઉંબરો છે ફ્લેટમાં?