← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તને ભાળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજારો તારલા વચ્ચે સિતારામાં તને ભાળું,
ન બોલે તું ભલે, તોયે ઇશારામાં તને ભાળું.

વસંતે ફૂલ ખીલે ને ભમર ગુંજે બગીચામાં,
ઉઘાડી આંખ જે જોઉં, નજારામાં તને ભાળું.

હતી આ રેતમાં તારી હથેળીની નિશાની જે,
ભલે ભરતી મિટાવે સૌ, કિનારામાં તને ભાળું.

નથી તું સાથ, ને રસ્તે મળે ઠેસો ઘણી, તોયે
પડું છું ત્યાં જ જે ઝાલે, સહારામાં તને ભાળું.

પરાગે બાગમાં બેસી ગઝલ લખતાં ઘણું જોયું,
પવન ભીનો, તરે છાંયા, ફુવારામાં તને ભાળું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #હાજરી #સ્મરણ #સર્વવ્યાપી #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #YouEverywhere #Presence #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહું ક્યાં માજી?આગલો લેખ →માતૃભાષા