સાથે આવશે?
જિંદગીભર જે કમાયા, દામ સાથે આવશે?
માન-મોભો, પદ-પ્રતિષ્ઠા, નામ સાથે આવશે?
ગામ છોડ્યું, ખેતરો વેચ્યાં, ગયો પરદેશમાં,
રાખ પણ ત્યાં ઊડશે, આ ગામ સાથે આવશે?
ફાઇલો, મીટિંગ ને ટાર્ગેટ, દોડ્યા રાતદિન,
છેવટે પૂછો તમે, આ કામ સાથે આવશે?
કાલ ફરશું, કાલ બેસીશું નિરાંતે ગામમાં,
કાલ તો આવી નહીં, આરામ સાથે આવશે?
ઠાઠડીએ ગુંજતો’તો ‘રામ બોલો’, પણ ‘પરાગ’,
ભીતરે જે હોય, એ તો રામ સાથે આવશે?
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષણભંગુરતા #મૃત્યુ #વૈરાગ્ય #અંતિમયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #Impermanence #Mortality #Detachment #WhatRemains #ParagRatanpara