← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળામાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જરા જોવા જ આવ્યો’તો, વિસાર્યું ગામ મેળામાં,
નચાવે ઢોલના તાલે, ગુમાવ્યું નામ મેળામાં.

પિતાની આંગળી છૂટી, પછી ના હાથ કો આવ્યો,
હજી શોધું ખુશીનું એ ઠરેલું ઠામ મેળામાં.

દુકાનો પ્રેમ વેચે છે, મળે સંબંધ ભાડેથી,
હૃદયના પણ ઘરેણાંના લગાવ્યા દામ મેળામાં.

હવે સાંજે ઢળે મેળો, જવાની વેળ આવી છે,
ઘરે જોતો હશે મારી પ્રતીક્ષા શ્યામ, મેળામાં.

પરાગે મ્હેક વેરી ને હવામાં ઓગળી ચાલ્યો,
ભમે છે એ હવા સાથે, નથી આરામ મેળામાં.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનમેળો #સંસાર #અધ્યાત્મ #ઘરવાપસી #પરાગરતનપરા
#GujaratiGhazal #FairOfLife #WorldlyLife #Spirituality #JourneyHome #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપણ પીગળેઆગલો લેખ →ગોવર્ધન