← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાવ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરે લાંબી કતારો, દર્શનોનો ભાવ છે,
ભાવના ક્યાં છે હૃદયની? આસનોનો ભાવ છે.

દાનપેટી પર લખેલું: ‘કાર્ડ પણ તો ચાલશે’,
દેવના દરબારમાં પણ સાધનોનો ભાવ છે.

બ્હાર ભૂખ્યાં બાળ બેઠાં, અંદરે છે ભોગ-થાળ,
ભૂખ સસ્તી છે, અહીં તો કંચનોનો ભાવ છે.

ધર્મનો ઝંડો ઉપાડી ગામ સળગાવ્યું બધું,
માણસો સસ્તા થયા, બસ ગર્જનોનો ભાવ છે.

આ પરાગે ફૂલ ધર્યું એક સાચા પ્રેમથી,
દેવ બોલ્યા, ‘આ ગલીમાં સ્પંદનોનો ભાવ છે’.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ધર્મ #ભક્તિ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #ReligiousSatire #FaithVsBusiness #TrueDevotion #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરાખ્યું ગળેઆગલો લેખ →તારી સહી