← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓગળી હું રાતમાંથી ભોરનો તડકો થયો,
મૌન મારું તૂટતાં, હું ડાળનો ટહુકો થયો.

જાપ ને જપનાર એકે, ના રહી માળા અલગ,
ફેરવીને નામ એનું, જાપનો મણકો થયો.

જાતને હોમી અગનમાં, ઘી થયું મારું અહમ્,
એક તણખો, ને પછી હું યજ્ઞનો ભડકો થયો.

શોધતો’તો હું ખુદાને તીર્થમાં, ગ્રંથો મહીં,
પીપળાની છાંય બેઠો, જ્ઞાનનો ઝટકો થયો.

નામ ને ઘર, ગામ, ગાદી, સૌ ત્યજી ચાલ્યો, અને
આ ‘પરાગે’ બોજ છોડ્યો, ફૂલથી હલકો થયો.

– પરાગ રતનપરા

#ગઝલ #અધ્યાત્મ #અહંકારવિલય #ભક્તિ #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Spiritual #DissolvingEgo #Devotion #Liberation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકુંભારઆગલો લેખ →ગરવી ગુજરાત