ગરવી ગુજરાત
ગરવી ધરાનું ગીત ગાઉં, મારી ગુજરાત રે,
ગિરનારે ગાજે સાવજ, ને સાબરમતીએ પ્રભાત રે.
નરસૈંયાનું પ્રભાતિયું ગુંજે, મીરાંનો એકતારો,
ગાંધીનો રેંટિયો ફરે, ને સરદારનો હોંકારો;
રણમાં રંગો, દરિયે વહાણ, ને ખેતરમાં કપાસ રે…
ગરવી ધરાનું…
ગરબે ઘૂમે નવલી નારી, ઢોલ ઢબૂકે ઝાઝા,
ઢોકળાં, ખમણ ને ફાફડા સાથે જલેબીના સાઝા;
વેપારીની વાણીમાં પણ સાકર જેવી વાત રે…
ગરવી ધરાનું…
પરાગ કહે: દરિયાપાર ભલે વસે ગુજરાતી,
હૈયામાં તો ધબકે એની ગામની મોંઘી માટી;
જ્યાં જ્યાં જાય ગુજરાતી, ત્યાં ત્યાં ઊગે નવી ગુજરાત રે…
ગરવી ધરાનું…
– પરાગ રતનપરા