← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધાબળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પચાસ શિયાળા
અમે એક જ ધાબળો ઓઢ્યો.

આખી રાત
એ ધીમે ધીમે
ધાબળો પોતાની તરફ ખેંચતી,
ને હું
ઊંઘમાં હોવાનો ડોળ કરી
ખેંચાવા દેતો.

સવારે એ કહેતી:
‘તમે બહુ જગ્યા રોકો છો!’
ને હું હસી પડતો.

આ શિયાળે
આખો ધાબળો મારો છે.
કોઈ ખેંચતું નથી.
પથારીમાં
પૂરેપૂરી જગ્યા છે.

છતાં
આટલી ઠંડી
પહેલાં ક્યારેય
નહોતી લાગી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગરવી ગુજરાતઆગલો લેખ →સોદો રોકડો