← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લૂંટાવી દઉં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું કહે તો ઝૂંપડી પર તાજ લૂંટાવી દઉં,
હોઠના મલકાટ પર આ રાજ લૂંટાવી દઉં.

સાત સૂરો, સાત સરગમ, ઢોલ, તબલાં, વાંસળી,
મૌન તારું સાંભળીને સાજ લૂંટાવી દઉં.

કાલની ચિંતા નથી, ને કાલની ના ઝંખના,
તું મળે તો એક પળમાં આજ લૂંટાવી દઉં.

ગામ મ્હેણાં મારશે તો મારવા દે, હે સખા,
જેમ મીરાં, એમ કુળની લાજ લૂંટાવી દઉં.

આ ‘પરાગે’ જિંદગીભર એક બસ ઇચ્છા કરી:
ફૂલ મારું, મ્હેક તારે કાજ લૂંટાવી દઉં.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સમર્પણ #મીરાં #ન્યોછાવર #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Surrender #Devotion #AllForYou #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઍપઆગલો લેખ →શબ્દ