વાર્તા હશે
બેઠો ભલે એ ચૂપ, પણ કો’ મૌનની વાર્તા હશે,
ભીની જરા આંખો જુઓ, કો’ ઘાવની વાર્તા હશે.
ઘરડો પિતા ઊભો રહે ઝાંપે નજર ખોડી સદા,
દૂરે ગયેલા પુત્રની એ સાંજની વાર્તા હશે.
જૂના મકાને ભીંત પર જે તડ પડી દેખાય છે,
એ બે જણા વચ્ચે થયેલી રાતની વાર્તા હશે.
હસતો રહે જે રાતદિન, સૌને હસાવે ગામમાં,
એના હસાવ્યા પાછળે કો’ દર્દની વાર્તા હશે.
ખરતી હતી જે પાંખડી, એણે પરાગે જોઈ ને
જાણ્યું: મસળતા કો’ અજાણ્યા હાથની વાર્તા હશે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંવેદના #મૌન #પીડા #માનવીયવ્યથા #પરાગરતનપરા
#GujaratiGhazal #UntoldStories #Empathy #SilentPain #HiddenSorrow #ParagRatanpara