જાગ તું
ઝાલરો ને શંખ વાગ્યા, ઊઠ ધ્યાની, જાગ તું,
ગ્રંથ ગોખ્યા, અર્થ ભૂલ્યો, શબ્દ-જ્ઞાની, જાગ તું.
આરસે તખ્તી જડાવી, નામ છાપામાં છપાય,
નામ માટે દાન દેતો, ઢોલ-દાની, જાગ તું.
સાદ દે છે એ ખુદા, પણ કોઈ સાંભળતું નથી,
વાસનાનું ઝેર ઘૂંટે સાવ છાની, જાગ તું.
આયખું તો સાંજ થઈ ગ્યું, ને હજી તું ઘોરતો,
સ્વપ્ન લાંબાં, ઊંઘ ઘેરી, રાત નાની, જાગ તું.
આ ‘પરાગે’ મ્હેક વેરી, તોય ભમરા ઊંઘતા,
ફૂલ ખરશે કાલ સાંજે, ઓ જવાની, જાગ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #જાગૃતિ #આધ્યાત્મ #દંભ #ભજન #પરાગરતનપરા
#GujaratiGhazal #Awakening #Spirituality #Hypocrisy #WakeUpCall #ParagRatanpara