ફરી ચાલવું
ભલે પગ ઘવાયા, ફરી ચાલવું,
દિશા પણ ભુલાયા, ફરી ચાલવું.
હતો સાથ જેનો, ગયો એ ય દૂર,
ભલે ને ઠગાયા, ફરી ચાલવું.
ગયાં પૂરમાં ખેતરો ને ઘરો,
બધાં બી તણાયાં, ફરી ચાલવું.
નદીને ભલે પથ્થરો રોકતા,
વળાંકે વળાયા, ફરી ચાલવું.
પરાગે ખરીને ધરાને કહે:
ભલે ખુદ સુકાયા, ફરી ચાલવું.
– પરાગ રતનપરા
#ગઝલ #પુરુષાર્થ #સંઘર્ષ #હિંમત #યાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #KeepWalking #Perseverance #Courage #NeverStop #ParagRatanpara