કુલ ૨૦૨૨ લેખ · પાનું ૭ / ૪૧
ઘડીમાં રડાવી, હસાવી મને, રમકડું ગણીને નચાવી મને.
ધૂળમાં રમતા, ખખડતી એ લખોટી ક્યાં હવે? થૂંકથી ભૂંસી લખાતી સ્લેટ-પાટી ક્યાં હવે?
તને શોધતો હું કિનારે હજી, બળે દીપ તારા સહારે હજી.
શાક ખાટું, ખીર ખારી, દાળ મોળી ચાલશે, પ્રેમથી જો પીરસો, તો વાત ભોળી ચાલશે.
ન પથ્થર, ન કાંટો; અજાણી નડે છે, પગે કાંકરી એ પુરાણી નડે છે.
બંધ દરવાજો, ઝરૂખે તાકતી બસ રાહ છે, હોઠ પર અટકેલ ઊંડી એક ઠંડી આહ છે.
એ જ તું, ને એ જ હું, પણ આંખમાં નવ ભાવ છે, એ જ બાજી, એ જ પ્યાદાં, પણ નવો આ દાવ છે.
નામ તારું સાંભરે છે, ઈશ, બસ હર ઠોકરે, તું પ્રગટતો રોજ રસ્તાના જ પથ્થર ઠોકરે.
અધર પર તમારે નિરાળો નશો છે, નયનમાં ભરેલો રસાળો નશો છે.
ઘણી છે ભીડ ચોપાસે, છતાં આ નગર ખાલી છે, ઘણાં મોં, ને ઘણી આંખો, છતાં સૌ નજર ખાલી છે.
એક સૂકું પાન છે ને એક માળો ડાળ પર, ધોમ તડકો ઝીલતું, વીત્યો ઉનાળો ડાળ પર.
રાતભર દાદી કહેતી કો’ પરીની વારતા, ઝાડ નીચે સાંભળી’તી મેં નદીની વારતા.
રમત થઈ ઘણી, લે વિચારી હવે, ન લટકાવ મુજને, નકારી હવે.
સળી ધૂપની એ પ્રમાણે બળે, ભલે કો’ ન એને વખાણે, બળે.
ઘરે શોભતી ફૂલ-ક્યારી નથી હું, દયા માગતી કો બિચારી નથી હું.
આ જ ઘરમાં કાલ મેળો, આજ વન લાગે મને, એક ખાલી ઓરડામાં સૌ સ્વજન લાગે મને.
ભરબજારે લૂંટ થઈ ને આ નગર પણ ચૂપ છે, ન્યાયનો ઘંટ જ નહીં, આખી સદર પણ ચૂપ છે.
હૃદયમાં જે લખાયું છે, પ્રિયે, એ નામ છાનું રાખ, ગલી પૂછે, નગર પૂછે, મિલનનું ઠામ છાનું રાખ.
ચડે શ્વાસ પર્વત દુઆના ભરોસે, અને દીપ ઝળહળ હવાના ભરોસે.
તું હસે તો ઓસરીનું આંગણું નાનું પડે, ને રડે તો આંખનું આ બારણું નાનું પડે.
શ્વાસ મારા, પણ સકળ આ જિંદગી તારી જ છે, હોઠ મારા, પણ ગઝલની બંદગી તારી જ છે.
અધૂરું હતું જે, છુપાવ્યું ગઝલમાં, ગયું ગામ, એને વસાવ્યું ગઝલમાં.
આ રસોડે, આ ઝરૂખે, શ્વાસમાં છે મા હજી, ધૂપ ને દીવા તણી આ વાસમાં છે મા હજી.
બધાંએ પહેર્યું રુપેરું મહોરું, અને મેં સજાવ્યું અનેરું મહોરું.
વાંસના આ ઠૂંઠમાંથી વાંસળી પણ શક્ય છે, આભ કાળું હોય તો ત્યાં વીજળી પણ શક્ય છે.
ગયો મંદિરે હું પુજારી બનીને, ફરું છું બજારે શિકારી બનીને.
કશું પણ કહે ના, ન બોલે અરીસો, છતાં ભેદ સઘળા ય ખોલે અરીસો.
કાલનો સૂરજ હવે પણ આવશે, કોને ખબર? આજનો આ સ્વાદ કાલે ભાવશે, કોને ખબર?
રાજપથ છોડ્યો, હવે તો પાદરે પગલાં પડે, રાહ જોતી આંખ જેવા ઉંબરે પગલાં પડે.
દોડમાં સૌ રાતદિન, ને ચાલવું ભૂલી ગયા, ને દલીલો શીખવામાં બોલવું ભૂલી ગયા.
દિવસભર તમાશા સમાચારમાં, પછી બસ હતાશા સમાચારમાં.
તને જોઈ હૈયું ધબક્યું પ્રથમ વાર, અને આંખમાં જળ છલક્યું પ્રથમ વાર.
છુપાવો દર્દ લાખો, પણ બધું આંખો કહી દે છે, ભલે પંખી ન બોલે, થાક તો પાંખો કહી દે છે.
હૃદયનું બધું યે લખાયું અધૂરું, હતું ગીત હોઠે, ગવાયું અધૂરું.
ગઝલનો ધણી એ રસીલો ગયો ક્યાં? ભરેલો સુરોથી નશીલો ગયો ક્યાં?
સાવ સૂકા આ હૃદયમાં લાગણી જો થાય તો, રણ મહીં પણ ઝાકળોની વાવણી જો થાય તો.
ચાંદને આકાશમાં બસ જોઈને હું શું કરું? સાત દરિયાને કિનારે રોઈને હું શું કરું?
સ્મરણથી હવે તો વળાતું નથી, ગયું ગામ, તોયે ભુલાતું નથી.
સદી એક આખી ગુજારી ક્ષણોમાં, અમે જિંદગી પણ વિચારી ક્ષણોમાં.
શહીદે રગતથી કહાની લખી, બરફમાં ઠરેલી જુવાની લખી.
તને જોઈ રણને ગુલાબી કરું, અને સાંજને પણ શરાબી કરું.
રોજ મળવા આવતો'તો હું કિનારે સ્વપ્નમાં, ને મળી'તી તું ય મારા એ ઇશારે સ્વપ્નમાં.
પડી વીજ, ચકલી બનાવે ફરીથી, તણખલું તણખલું સજાવે ફરીથી.
વર્ષ વીત્યાં, પણ હજી આ ઓસરી તો એ જ છે, પાદરે ઊભી હતી જે, ટેકરી તો એ જ છે.
હલેસું ઉપાડો, કિનારા ભણી, નજર રાખજો એ સિતારા ભણી.
નયન મીંચી, હૃદય ખોલી, દિશાઓમાં તને શોધું, હવે મંદિર નથી જાતો, દુઆઓમાં તને શોધું.
એક તુલસી-છોડ મારા આંગણે રાખી જઈશ, નામ મારું ધૂંધળું આ બારણે રાખી જઈશ.
પારણે બાંધી, હસીને મા, રમાડ્યા ઘૂઘરા, ગીત હાલાં ગાઈ, રાતે એ સુવાડ્યા ઘૂઘરા.
ઘરે ભૂખ, ઓછી કમાણી, ખુદા, અને મ્હેલમાં નિત ઉજાણી, ખુદા.
જતી ગામ લગ એ રુપાળી સડક, હતી ધૂળિયા પણ નિરાળી સડક.