હું શું કરું?
ચાંદને આકાશમાં બસ જોઈને હું શું કરું?
સાત દરિયાને કિનારે રોઈને હું શું કરું?
મેલ મનમાં હોય તો ગંગા ય શું કરશે ભલા?
હાથ-પગ સો વાર જળથી ધોઈને હું શું કરું?
જીતવાની હોડમાં હું જાતને ભૂલી ગયો,
વિશ્વ પામું, પણ પછી ખુદ ખોઈને હું શું કરું?
મ્હેલ, સોનું, ચાકરો સૌ, પણ નથી મા પાસમાં,
એ વિના રાજા ખરો પણ હોઈને હું શું કરું?
આ પરાગે શ્વાસની માળા અધૂરી પણ ભલી,
ફૂલ બીજાનાં હવે તો પ્રોઈને હું શું કરું?
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મચિંતન #મા #સાદગી #આંતરશુદ્ધિ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReflection #Mother #InnerPurity #Humility #ParagRatanpara