← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્મરણથી હવે તો વળાતું નથી,
ગયું ગામ, તોયે ભુલાતું નથી.

લખું છું ઘણું રોજ કાગળ ઉપર,
હજી એક નામ જ લખાતું નથી.

બધા ઘાવ ઝીલ્યા હસીને, છતાં
તમારું અબોલું સહાતું નથી.

મળી કાર, લિફ્ટો, ઘણી સાહ્યબી,
હવે બે કદમ પણ ચલાતું નથી.

પરાગે ભરી આંખ શાહી મહીં,
હવે કોઈ પાનું સુકાતું નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મરણ #વતન #અબોલા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #Homeland #SilentTreatment #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહું શું કરું?આગલો લેખ →ક્ષણોમાં